દાંતા: યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં કલેકટરના હસ્તે તીર્થ દર્શન સર્કિટ નો શુભારંભ કરવામાં આવ્યો
અંબાજી મંદિરમાં તીર્થ દર્શન સર્કિટ નો શુભારંભ કરવામાં આવ્યો અને તીર્થ દર્શનની ઓફિસનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરના હસ્તે તીર્થ દર્શન સર્કિટ નું શુભારંભ કરવામાં આવ્યું અંબાજી આવનાર યાત્રીકો અંબાજી મંદિર ગબ્બર અને અંબાજીની આજુબાજુ છ સાત કિલોમીટરના વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિરો અને જગ્યાઓ વિશે માહિતી લઈ શકે અને ત્યાં દર્શન માટે અને ફરવા માટે જઈ શકે તે હેતુથી આ તીર્થ દર્શન સર્કિટ શરૂ કરવામાં આવી છે