તળાજા: પાદરગઢ ગામના ખેડૂતની સફળતા: ઓર્ગેનિક ખારેકની ખેતીથી સુરત સુધી વેચાણ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામના ખેડૂત કુરજીભાઈ કેશવભાઈ સવાણી છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. અગાઉ તેઓ કપાસ અને મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ પૂરતું ઉત્પાદન અને વળતર ન મળતાં તેમણે આઠ વર્ષ પહેલાં ખારેકની ખેતી કરવાનો નિર્ણય લીધો. કુરજીભાઈએ વલસાડથી આશરે 127 પીળી ખારેકના રોપા ખરીદી વાવેતર કર્યું હતું. તે સમયે એક રોપાની કિંમત અંદાજે ₹3,500 હતી. વાવેતરના ત્રણથી ચાર વર્ષ બાદ ઉત્પાદન મળવાનું શરૂ થયું અને હાલમાં