આમોદ: આમોદ નજીક નેશનલ હાઇવે-૬૪ પર વિકાસના દાવાઓનો પર્દાફાશ અને વાહનચાલકોની કફોડી હાલત!
Amod, Bharuch | Oct 12, 2025 આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૬૪ની હાલત આજે ખખડધજ જ નહીં પણ જીવલેણ બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રાષ્ટ્રીય ધોરી માર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો હોય તેમ ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ધરાવે છે.