દસાડા: દસાડા ના ખેરવા ગામના યુવા સરપંચે કરી ગામની કાયાપલટ : ખરાંઅર્થમાં બનાવ્યું છે ગામને ડિજિટલ સ્માર્ટ-વિલેજ
ખેરવા ગામે માત્ર ૨૭ વર્ષીય સિવિલ એન્જિનિયર સરપંચ જીજ્ઞેશભાઈ રાઠોડના નેતૃત્વમાં અદભૂત પરિવર્તન આવ્યું છે ત્રણ વર્ષમાં ગામના તમામ રોડ-રસ્તા સીમેન્ટના, ભૂગર્ભ ગટર યોજના અને ‘નળ સે જળ’થી દરેક ઘરે શુદ્ધ પાણી પહોંચ્યું સરકારી ગ્રાન્ટ સાથે ગામલોકોના લોકફાળાથી મોટા પ્રોજેક્ટ્સ પૂરા થયા નવું પંચાયત ઘર, સમગ્ર ગામે CCTV કેમેરા અને આધુનિક શાળા બની ગામની નવી ઓળખ PMAYના તમામ બાકી લાભાર્થીઓને મકાન મંજૂર થયા છે અને ખરાઅર્થમાં ગામ બન્યું છે ડિજિટલ સ્માર્ટ વિલેજ.