આજે બુધવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલ ખાતેથી સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ માહિત આપતા જણાવ્યું હતુ કે ૨૨૨ અંગદાતાઓના અંગદાન થકી ૭૧૩ વ્યક્તિઓને મળ્યું નવજીવન.૨૪×૭ અમારી ટીમની સમર્પણભાવના, શિસ્ત અને ટીમવર્ક સાથે દરેક લેવલે SOPમુજબ કામ કરવાની પદ્ધતિના લીધે આ મહાકાર્ય સરળતાથી આગળ વધી રહ્યું છે.