ભારે ઇન્તેજારી બાદ હાઇકમાન્ડની લીલીઝીંડી મળતા ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલની નવી ટીમમાં ૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી, ૧૦ મંત્રી અને એક કોષાઘ્યનો સમાવેશ કરાયો છે. ભાજપના પ્રદેશ માળખામાં તમામ જિલ્લાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ત્યારે જામનગરના મહીલા અગ્રણી આશાબેન નકુમને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.