લીંબડી ના ચોકી ગામે રહેણાંક વિસ્તારમાં મકાનમાં ઇંગ્લિશ દારૂનો છુટક વેપલો થતો હોવાની બાતમી મળતા લીંબડી પોલીસે 4 જાન્યુ બપોરે 12 કલાકે ચોકી ગામે દરોડો પાડ્યો હતો અને સ્થળ પર થી જ જયસુખ પિતાંબર પારઘી ને ઝડપી પાડ્યો હતો. તેના કબજામાં થી ઇંગ્લિશ દારૂની 700ML ની બોટલ નંગ 7 મળી આવતાં પોલીસે કબજે લીધી હતી. પોલીસ પુછપરછ માં આ દારૂનો જથ્થો તે લીંબડીના કાના કોળી પાસેથી જ લાવ્યાનું જણાવ્યું હતું. પોલીસે વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે