શહેરા: શહેરા તાલુકાના ડેમલી ગામે મકાન અને ઈકો ગાડીમાંથી પંચમહાલ એલસીબી પોલીસે ₹ ૩.૨૯ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામના રહેણાંક મકાનમાંથી અને ઈકો ગાડીમાંથી પંચમહાલ એલસીબી પોલીસે રૂપિયા ૩.૨૯ લાખનો વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, કુલ રૂ.૫,૮૦,૬૮૮ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.