આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાત વિધાનસભામાંથી 6 હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લા ઉપપ્રમુખ પદે ઈશ્વરભાઈ પરમાર, કંચનભાઈ રાણા, જિલ્લા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ સિંધા, જિલ્લા મંત્રી જગદીશભાઈ પઢીયારની નિયુક્તિ કરાઈ હતી.તમામ નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી.