પિતાની અંતિમક્રિયા પતાવી દીકરીએ આપી M.A. સેમેસ્ટર-3ની પરીક્ષા,નડિયાદની તેજસ્વી વિદ્યાર્થિનીએ આત્મવિશ્વાસથી પાર કરી જીવનની કપરી કસોટી.લીવર કેન્સરથી પીડાતા પિતાનું અવસાન થતાં પણ મનીષા સોલંકીએ મનોબળ મજબૂત રાખી સોશિયોલોજીનું પેપર આપ્યું.નડિયાદમાં એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સુરજબા મહિલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી એક તેજસ્વી વિદ્યાર્થિનીએ પિતાના અવસાનના ગણતરીના કલાકોમાં જ તેમની અંતિમવિધિ પૂર્ણ કરી પરીક્ષા આપી...