પુણા: સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા.TET પાસ શિક્ષકો ફરજિયાત કરાતા પુનઃ વિચારણા ની માંગ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શેક્ષીક સંઘની રજુવાત
Puna, Surat | Sep 15, 2025 અખિલ ભારતીય રાષ્ટ્રીય શેક્ષિક સંઘ દ્વારા સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશી જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષકોને ટેટ પાસ ફરજિયાત કરવામાં આવ્યું છે. જે નિર્ણયને લઈ શિક્ષકોમાં નારાજગી છે.જે રજૂઆત સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શેક્ષીક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ મોટી માત્રામાં જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી દેખાવ કર્યો હતો.એટલું જ નહીં આ બાબતે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરી હતી.