અંજાર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.જેમાં શહેરના ત્રણ વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો અદાજીત રૂપિયા ૧૭૦૦૦ની કિંમત નો ૧૧૫ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ રૂ.૨૬૦૦ પેનલ્ટી રૂપે વસૂલ કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો આ ઝુંબેશ હજી પણ સતત કાર્યવીંત રહેશે.