ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઈનીઝ દોરીના કારણે થતી ગળા કપાવવાની દુર્ઘટનાઓ અટકાવવા હાંસોટ પોલીસે એક પહેલ કરી છે. હાંસોટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. કે. પીયેજાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી અભિયાન અંતર્ગત બાઇક સવારો માટે વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.