ખંભાત: પીપળોઇ ગામેથી બીયરના 24 ટીન સાથે એક શખ્સ ઝડપાયો
Khambhat, Anand | Dec 19, 2025 આણંદ LCB પોલીસે પીપળોઇ ગામેથી બીયરના 24 ટીન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.અને રૂ.7200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પૂછતાં તે હસમુખ ભીખાભાઈ પરમાર (રહે. કાણીસા રોડ, હરિયાણા)નો હોવાનું જણાવ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ધરી હતી.