તળાજા: દાઠા પોલીસે ઘરફોડ ચોરીના બે આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો
ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને દાઠા પોલીસે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. તળાજા ડિવિઝનના દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરી અને મંદિર ચોરી જેવા ગુનાઓને ઉકેલવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી. દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. રેવરને મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે મહુવા શહેરના નૂતન