પાલીતાણા શહેરના તળેટી વિસ્તારમાં મંડપના સામાન રાખવાની જગ્યામાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી. આગ લાગતા આજુબાજુ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતા પાલીતાણા નગરપાલિકા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આગમાં મંડપનો સામાન બળીને ખાખ થયો છે. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે.