મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી કાર્યવાહી કરતા વિસનગર તાલુકાના ભાન્ડુ રોડ પરથી લાખોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર તરફથી એક લાલ રંગની આઇસર ગાડી દારૂ ભરીને અમદાવાદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે જયવીર કોમ્પ્લેક્સ નજીક વોચ ગોઠવીને આઇસર ગાડીને અટકાવવામાં આવી હતી.