પુણા: ભેસ્તાન સિદ્ધાર્થ નગર ફ્લાયઓવર બ્રિજ ના લોકાર્પણનો મામલો,શા માટે ભાજપ કોર્પોરેટરે કરવો પડ્યો ખુલાસો,જાણો
હાલ જ ભેસ્તાન સિદ્ધાર્થ નગર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.જે બ્રિજમાં બીજે છેડે રેલ્વે બ્રિજનું કામ ચાલુ હોવાથી રસ્તો બંધ છે.જ્યારે બ્રિજ ભગવતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકો માટે ઉપયોગી નીવડી રહ્યો છે.પરંતુ બીજા છેડે રેલ્વે બ્રિજનું કામ ચાલુ હોવા છતાં ભેસ્તાન સિદ્ધાર્થ નગર બ્રિજનું લોકાર્પણ કરી દેવતા વિવાદ ચાલી આવ્યો છે.જે અંગે કોર્પોરેટર દિનેશ પુરોહિત દ્વારા ખુલાસો કર્યો છે.