વથાણચોક પાસેના ધોરીમાર્ગ પર નમક ભરેલાં ટ્રેઈલર તળે 33 વર્ષીય પશુપાલક રાહદારી રબારી હીરાભાઈ બુધાભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આજે સાંજે 6 વાગ્યાના અરસામાં નાના નખત્રાણાના રબારી હીરાભાઈ આંબેડકર ચોક પાસે આનંદનગર નાકાની સામે ઊભેલા હતા, તે દરમ્યાન હાજીપીરથી નમક ભરેલું ટ્રેઈલર નં. જી.જે.-12-સીટી-5706 બસ સ્ટેશન તરફના માર્ગે જઈ રહ્યું હતું અને તેને હડફેટે લેતાં સ્થળ પર કમકમાટીભર્યું મોત થયું હતું.