નડિયાદ: *ખેડા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ “રાષ્ટ્રીય પોષણ માહ” ઉજવણી કરવામાં આવશે*
Nadiad, Kheda | Sep 17, 2025 *ખેડા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ “રાષ્ટ્રીય પોષણ માહ” ઉજવણી કરવામાં આવશે* *જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં પોષણ માહની સફળ ઉજવણીના આયોજન માટે બેઠક યોજાઈ* “સહી પોષણ દેશ રોશન” ના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પોષણ અભિયાનની શરૂઆત ૮ મી માર્ચ, ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ વર્ષે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન સમગ્ર રાજય સહિત ખેડા જિલ્લામાં પણ પોષણ માસની ઉજવણી કરવામાં આવનાર છે.