પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા ૧૨ પીઆઈ અને ૧૯ પીએસઆઈની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને મુન્દ્રાના પીઆઈની સુરત ગ્રામ્યમાં બદલી થતા આ ખાલી જગ્યા પર ભુજ બી-ડિવિઝનના પીઆઈને મુકવામાં આવ્યા છે. આ સિવાય માનકૂવા પોલીસની ખાલી જગ્યા પર એસઓજીના પીઆઈને નિમણૂક આપવામાં આવી છે. એસઓજીમાં બે પીઆઈ અને એક પીએસઆઈ મૂકાયા છે. લાંબા સમયથી એલસીબીમાં પીઆઈની જગ્યા ખાલી હતી જયાં નખત્રાણાના પીઆઈને પોસ્ટિંગ અપાયું છે. ખાવડા પીઆઈની દયાપ