ભરૂચ: એલસીબીએ હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ નામની કંપનીના ગોડાઉનમાંથી ગેરકાયદે સંગ્રહ કરેલ જવલનશીલ કેમિકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જી.આઈ.ડી.સી.માં આવેલ હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ નામની કંપનીના ગોડાઉનમાં જવલનશીલ કેમિકલ્સનો જથ્થો ગેરકાયદેસર રીતે અસુરક્ષિત રીતે ભયજનક રીતે મુકેલ છે અને હાલ એક ટેન્કરમાંથી બેરલો ભરી સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતાં.પોલીસે સ્થળ પરથી બેનઝાઇલડીહાઇડ અને ઇ.ડી.સી.ઇથીનીલ ડાય ક્લોરાઇડ કેમિકલ્સના 125 નંગ બેરલ મળી આવ્યા હતા.