જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં થઈ રહ્યું છે, ખાસ કરીને શહેરના સાત રસ્તા સર્કલ પાસે બ્યૂટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દીવાલ ઉપર ભારતીય પક્ષીઓના જુદા જુદા ચિત્રો વડે બ્યુટીફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે.