નસવાડી: ધારસિમેલ અને કેવડી ગ્રામ પંચાયતના ગ્રામજનો તલાટી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી TDOને શું રજુઆત કરી? જુઓ #JANSAMASYA
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ અને કેવડી ગ્રામ પંચાયતના ગ્રામજનો તલાટી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી. નસવાડી તાલુકાના ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામો આવેલા છે. અને કેવડી જૂથ ગ્રામ પંચાયતમાં 7 આમ 13 ગામોની બે ગ્રામ પંચાયત છે. આ બંનેવ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે નિશીતકુમાર એન પંચાલ ફરજ બજાવે છે. ગ્રામજનોનો આક્ષેપ છે, કે તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં આવતા નથી.