આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત ગામે ગામ મિટિંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.અને નવા સભ્યો પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે.ત્યારે શનિવારની રાતે વાલિયા તાલુકાના ચમારીયા,ભિલોડ અને વાગલખોડ ગામ ખાતે આપ દ્વારા ઝઘડીયા વિધાનસભાની મીટિંગ મળી હતી.જેમાં પાર્ટીના આગેવાન રાજુભાઇ આઈ.વસાવા,રજની વસાવા,વિનય વસાવા અને વિજય વસાવા સહિતના કાર્યકરોએ સદસ્યતા અભિયાન અંતર્ગત ત્રણ ગામોમાં મિટિંગ યોજી હતી.