ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગેની પ્લૉટ વિસ્તારમાં આવેલા કાચા પતરાના શેડમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તા. 15 ડિસેમ્બરની મોડીરાત્રે છાપો માર્યો હતો. ઉમર મસ્જિદ સામે રહેતા અબ્દુલરઉફ હુસૈન બદામ ઉર્ફે સઉદ હાજીએ વાછરડાનું કતલ કરાવ્યું હોવાની માહિતી મળી હતી. રેઇડ દરમિયાન સ્થળેથી 56 કિલોગ્રામ શંકાસ્પદ માંસ અને અન્ય સાધનો મળી કુલ રૂ. 17,610 નો મુદ્દામાલ જપ્ત થયો. ત્રણ ઈસમોને સ્થળ પરથી ઝડપી લેવામાં આ