જાંબુઘોડા: શહેરમાં ઝંડ હનુમાન રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપની સામેના ખેતરમાંથી એક અજાણ્યા ઇસમની લાશ મળી આવતા, લોકટોળા ઉમટ્યા
આજે મંગળવારના રોજ વહેલી સવારે જાંબુઘોડાના ઝંડ હનુમાન રોડ પાસે પેટ્રોલ પંપ સામેના ખેતરમા એક અજાણ્યા વ્યક્તિની લાસ મળી આવતા જાંબુઘોડા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી જોકે જાંબુઘોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશ ની તપાસ કરતા આ લાશ કોઈ અસ્થિર મગજના ઇસમની હોય તેવું જાણવા મળ્યુ હતુ જોકે પોલિસે આ લાશની ઓળખ કરતા જાણ થઈ હતી કે આ ઇસમ મુસ્લિમ હોય અને તે અસ્થિર મગજનો હોય જેથી પોલીસે એડી નોધી વધુ તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે