તળાજા: તળાજામાંથી પ્રોહીબીશન કેસનો નાસતો આરોપી ઝડપાયો
મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ અલગ પ્રોહીબીશન કેસોમાં વોન્ટેડ આરોપી ચેતન ઉર્ફે કપીલ ઉર્ફે ગબ્બર હીમંતભાઈ સોલંકી, જે તળાજા તાલુકાના ગોરખી ગામનો રહેવાસી છે, તે વેળાવદર ગામના પાટીયા પાસે હાજર હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.