સુરતની રબ્બર ગર્લ અન્વી ઝાંઝરુકિયા એ પોતાની પ્રતિભાથી દેશભરમાં ખ્યાતિ પામી છે.અન્વી રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે દેશભરમાં ઓળખ ધરાવતી દિવ્યાંગ દીકરી છે. જેણે પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ ,યોગ પ્રત્યેના આગ્રહ અને અનોખી સિદ્ધિઓ દ્વારા સુરતનું ગૌરવ વધાર્યું છે.દિવ્યાંગ હોવા છતાં અન્વી એ યોગ ક્ષેત્રે અનોખી ઓળખ મેળવી છે.અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત કરી નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે.જે અન્વી ને ડિનર માટેનું આમંત્રણ પોસ્ટ દ્વારા મળ્યું છે.