કડી: કડી ના ઘુમાસણ ગામની સીમમાં આવેલ ongc ના વેલમાંથી કેબલ ચોરીનો પ્રયાસ કરનાર કલોલ નાં 2 તસ્કરોને નંદાસણ પોલીસે ઝડપી પાડ્યા
Kadi, Mahesana | Nov 20, 2025 8 નવેમ્બર ના રોજ કલોલના બે તસ્કરોએ ઘુમાસણ ગામની સીમમાં આવેલ ongc વેલના કમ્પાઉન્ડની દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો.તેમજ દિવાલને અડીને પડેલ જનરેટરના કેબોલો કાપવાનો પ્રયાસ કર્યો હતો. પ્રયાસ ચાલી રહ્યો હતો.ત્યારે ongc કર્મચારીઓને જાણ થતાં બંને તસ્કરો પોતાનું બાઈક નંબર GJ 13 JJ 6189 ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા.આ અંગે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે બાઈક જપ્ત કર્યું હતું.બંનેની ધરપકડ કરવામાં આવી હતી.