પાનમ ડેમ વિસ્તારના 10 ગામો નવા બનેલા ગોધર તાલુકામાં સમાવવામાં આવ્યા હતા જોકે વિસ્તારના લોકોના વિરોધ અને ધારાસભ્યની રજૂઆત બાદ આ 10 ગામોને સરકાર દ્વારા ફરીથી શહેરા તાલુકામાં જોડવામાં આવ્યા છે, ત્યારે આ બાબતે પાનમ ડેમ વિસ્તારના આગેવાન ઘમીરભાઈ પગીએ પ્રતિક્રિયા આપી શહેરા તાલુકામાં રહેવાના કારણો જણાવ્યા હતા.