રાપર તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા આજ રોજ રાપર તાલુકાના બાદરગઢ, ગોવિંદપર, ખીરઇ, ચિત્રોડ, ગાગોદર ,કાનમેર , કુંભારીયા , પેથાપર અને માણાબા ના કાર્યકર્તાઓ સાથે ખાટલા બેઠક યોજી હતી..જેમાં આગેવાન ભચુભાઈ આરેઠિયા, રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી,રાપર તાલુકા કોંગ્રેસ મહામંત્રી કરશનભાઈ મણવર ,રાપર તાલુકા કોંગ્રેસ મંત્રી માદેવપુરી ગોસ્વામી, રાપર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા રમજુભાઈ રાઉમા , બાબુભાઈ ચૌધરી હાજર રહ્યા હતા