કાલોલ ની મહર્ષિ વિદ્યાલય અને મહર્ષિ અંગ્રેજી મીડીયમ શાળાના તેમજ શિક્ષકો દ્વારા ગણિત વિજ્ઞાન દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ ચાર થી નવના કુલ 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બાળકોના પ્રોજેક્ટ બનાવવામાં શિક્ષકો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.બાળકોનો પ્રોજેક્ટમાં ચંદ્રયાન ચાર ગ્લોબલ વોર્મિંગ જ્વાળામુખી યુદ્ધ બેન્ક વોટર ફિલ્ટર પવનચક્કી, પોષણ આહાર જેવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પ્રોજેક્ટ ની વસ્તુઓ ઘરમાંથી પ્રાપ્ત થાય તે પ્રકારની હતી.