જાંબુઘોડા: પંચમહાલ જિલ્લાનું 22મું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન જાંબુઘોડાની મોડેલ સ્કૂલ ખાતે યોજાયું હતું
પંચમહાલ જિલ્લા સંકુલ કક્ષાનું 22મું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન તા.26 સપ્ટેમ્બર શુક્રવારના રોજ જાંબુઘોડા ખાતેની મોડેલ સ્કૂલમાં ભવ્યતાથી યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની અદભુત વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.પ્રદર્શનમાં કુલ 143 કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં 286 જેટલાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.