રાપર શહેરના સમાવાસમાં માલ-સામાન ખસેડવા મુદ્દે બોલાચાલી થઈ હતી.જે બાબતે રાપર એસટી વિભાગમાં નોકરી કરતા રમેશભાઈ ભુરાભાઈ કોલીએ તેમના ભત્રીજા શંકર સવજી કોલી સામે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે. ગત 6 ના બપોરે 12 ના અરસામાં ભત્રીજા શંકરભાઈ સવજીભાઈ કોલીએ ફરિયાદીના ઘરે જઈ મકાનના માલ-સામાન ખસેડવા બાબતે બોલાચાલી કરી હતી.