મહુવા: મહુવામાં ઝઘડો છોડાવવા ગયેલા યુવક પર છરીથી હુમલો, એક સામે ગુનો નોંધાયો
મહુવા શહેરમાં ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં યુવકના ચહેરા પર ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદી સાગરભાઈ ભરતભાઈ શીયાળ (ઉંમર 26 વર્ષ), રહે. જનતા પ્લોટ-2, શાળા નંબર 5 પાસે, મહુવા, સેન્ટિંગ કામ કરે છે. ફરિયાદ મુજબ, તા. 26 જૂન 2026ના રોજ મધરાતે અંદાજે 12:30 વાગ્યે તેઓ પોતાના મામાના દીકરા પારસભાઈ સાથે જમ્યા બાદ ઘરે પરત