સાવરકુંડલા: ભમર ગામના ખેડૂતોનો ઐતિહાસિક નિર્ણય — તમામ ચૂંટણીનો બહિષ્કાર, રાજકીય ખેસ પર પ્રતિબંધ
સાવરકુંડલા તાલુકાના ભમર ગામના ખેડૂતો દ્વારા આજે સામુહિક રીતે શપથ લેવાયો કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ ન થાય ત્યાં સુધી ગામના તમામ ખેડૂતો આવનારી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરશે. ગામના ખેડૂતોએ રાજકીય પાર્ટીના નેતાઓને પાર્ટીનો ખેસ પહેરીને ગામમાં પ્રવેશવા પ્રતિબંધ મૂક્યો છે.