મહે. તાલુકાના આમસરણ ગામે યોજાયેલ આમસરણ પ્રીમીયર લીગ -2025 T10 ક્રિકેટ ટુર્નામેન્ટની અતિરોમાંચક અંતિમ ફાઇનલ મેચ રમાઈ. મુખ્ય મંચસ્થ અતિથી એવા ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ. આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં આજે અંતિમ દિને ફાઇનલ મેચ યોદ્ધાટીમ અને અગ્નિવીરટીમ સામ સામે રમી હતી. જેમાં યોદ્ધા ટીમ ફાઇનલ વિજેતા ટીમ ઘોષિત કરાઈ હતી. વિજેતા ટીમ સાથે અન્ય પ્લેયરોને મેડલ,ટ્રોફી આપી સન્માનિત કર્યાં હતા.