વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ કે પ્રજાપતિ પોલીસ સ્ટફ સાથે સરકારી વાહનમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખરસાલીયા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન કાલોલ તરફથી એક સફેદ કલરની ફોરવીલ શેવરેલોટ જીજે ૧૬ બીબી ૧૦૧૨ આવતા તેને ઉભો રહેવાનો ઈશારો કરતા ફોરવીલ કારના ચાલકે ગોધરા તરફ ગાડી ભગાવી મૂકી હતી પોલીસે તેનો પીછો કરતા કારચાલક પોતાની કાર મહેલોલ ચોકડી પાસે પ્રભાત કોમ્પ્લેક્સના પાછળના ભાગે મૂકીને ખુલ્લા ખેતરોમાં અંધારાનો લાભ લઈ કારમાંથી બે ઈસમો નાસી છૂટ્યા