જામનગર શહેર: નાગનાથ ગેટ વિસ્તારમાં તંત્ર દ્વારા ખોદકામથી બે સપ્તાહથી નાગરિકો મુશ્કેલીમાં #jansamasya
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા કેટલાક વિકાસના કાર્યો હવે વિસ્તારના નાગરિકો માટે માથાના દુખાવાનું કારણ બની રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 10માં આવેલા નાગનાથ ગેટ વિસ્તારમાં આશરે બે સપ્તાહ પહેલા પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ખોદકામ દરમિયાન મહાનગરપાલિકાની પાણીની લાઈન નુકસાન થવાને કારણે પાણી લીકેજ થવાની ઘટના બની હતી.