મહુવા: મહુવામાં મોબાઇલ દુકાનદાર સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો
તા. 28 જુલાઈ, 2026ના રોજ એસ.ઓ.જી. ભાવનગરની ટીમ મહુવા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલ માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ભાદ્રોડ ઝાપા ખાતે આવેલી એસ.કે. મોબાઇલ દુકાનની તપાસ દરમિયાન મોબાઇલની ખરીદી-વેચાણનું રજિસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન દુકાનમાં હાજર સલમાન ઇસ્માઈલભાઈ હાલારી (ઉંમર 26 વર્ષ), રહેવાસી બિલખિયા સોસાયટી, ભાદ્રોડ ઝાપા, મહુવા હોવાનું જાણવા મળ્યુ