પોરબંદરમાં આવતીકાલે ૨૩ સપ્ટેમ્બરના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી કરાશે, કેમ્પનો લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારીનો અનુરોધ
Porabandar City, Porbandar | Sep 22, 2025
અયોગ્ય આહાર અને ઝડપી જિવનશૈલીના પરીણામે મેદસ્વિતાએ ખુબ સામાન્ય પણ પરંતુ ગંભીર સમસ્યા બની છે. સરકાર દ્વારા પણ મેદસ્વિતાને ગંભિરતાથી લઈને મેદસ્વિતા મુક્ત ભારત જેવા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં આગામી ૨૩ સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ અંતર્ગત મેદસ્વિતા અંગે નિદાન સારવાર કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.