સુરત જિલ્લાના માંડવી ફળ અને શાકભાજી ઉત્પન્ન અને વેચાણ કરનારી સહકારીમંડળી દ્વારા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ પટેલ તથા માનદ મંત્રી કનુભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરસના સતત પ્રયત્નો થકી આ મંડળીમાં રૂપિયા 40 લાખના ખર્ચે સોલર પાવર થી ચાલતું કોલ્ડસ્ટોરેજ તથા કલેક્શન તથા ટ્રાન્સપોર્ટેશન ની વિવિધ સુવિધા માટે ખાતમુરત દિનેશભાઈ પટેલ તથા માનદ મંત્રી કનુભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં કરવા આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે બાગાયત ખાતા તરફથી 40 લાખ મંજુર કરવામાં આવેલ છે.