માંગરોળ: માંગરોળમાં વકીલબંધુઓ દ્વારા ચીફ જસ્ટિસ ગવઈ સાહેબ વિરુદ્ધ થયેલા અપમાનજનક કૃત્યની તીવ્ર નિંદા
માંગરોળ તાલુકાના કાયદાપ્રેમી વકીલબંધુઓ અને કાયદા વિદ્વાનો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સમક્ષ એકત્રિત થઈને માન. ચીફ જસ્ટિસ ગવઈ સાહેબ વિરુદ્ધ થયેલા અપમાનજનક કૃત્યની તિવ્ર નિંદા વ્યક્ત કરવામાં આવી હતી.કાયદાની ગરિમા જળવાય રહે તે હેતુથી એક સંયુક્ત આવેદનપત્ર શ્રી મામલતદારશ્રી માંગરોળ મારફતે માન. કલેક્ટરશ્રી જુનાગઢ, માન. પ્રધાનમંત્રીશ્રી તથા માન. રાષ્ટ્રપતિશ્રીને પાઠવવામાં આવ્યું હતું