ડભોઇ: ડભોઇમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ — નગરપાલિકામાં જોડાવા સામે રેલી અને આવેદનપત્ર રજૂ
ડભોઇ તાલુકામાં આવેલા વેગા, ટીંબી, તરસાણા અને કાજાપુર ગામોના ગ્રામજનો દ્વારા આજે નગરપાલિકામાં ગામોને સામેલ કરવાની પ્રક્રિયા સામે જોરદાર વિરોધ રેલી યોજાઈ હતી. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નગરપાલિકા કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર રજૂ કર્યું, જેમાં તેઓએ સ્પષ્ટ માંગણી કરી કે તેમના ગામોને નગરપાલિકા વિસ્તાર સાથે ન જોડવામાં આવે.