નડિયાદ: પોષણ અભિયાન ૨૦૨૫ અંતર્ગત નડિયાદ ખાતે આયુષ મેગા નિદાનસારવાર કેમ્પનું ભવ્ય આયોજન..
Nadiad, Kheda | Sep 23, 2025 પોષણ અભિયાન ૨૦૨૫ અંતર્ગત નડિયાદ ખાતે આયુષ મેગા નિદાનસારવાર કેમ્પનું ભવ્ય આયોજન* "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર"ના સંદેશ સાથે નડિયાદમાં આયુષ મેગા કેમ્પ સફળતાપૂર્વક યોજાયો.પોષણ અભિયાન ૨૦૨૫ – જન આંદોલન "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ, નડિયાદ સ્થિત પવિત્ર સંતરામ મંદિર ખાતે વિશાળ આયુષ મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.