દસાડા: દસાડા તાલુકામાં પ્રોહીબિશન અને મારામારીના કેશમાં સંડોવાયેલ ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાસા હેઠળ ધકેલ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ મથક હેઠળના ટાઉન વિસ્તારમાં પ્રોહીબિશન અને મારામારી જેવા ગુન્હાઓ આચરનાર આરોપી રાકેશભાઈ ટ્રેટિયા રહે.દશામાંપરા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર થતા વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરની ટીમે ઉપરોક્ત ઇસમની અટકાયત કરી અને પાસા હેઠળ મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.