રાપર: રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી કુપોષિત બાળકી જનકના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો
Rapar, Kutch | Sep 17, 2025 કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી એક કુપોષિત બાળકીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર વ્રજવાણી-૧ માં નોંધાયેલ બાળકી જનકનું જન્મ સમયે વજન માત્ર ૧.૭૦૦ કિલો અને ઊંચાઇ ૫૦.૧ સેમી હતી ,આ સ્થિતિના કારણે બાળકીને ગ્રેડ-SAM (તીવ્ર કુપોષણ) તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી.