દસાડા: માલવણ હાઇવે પર અખિયાણા ગામથી થોડે આગળ સર્જાયો બાઈકનો અકસ્માત
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ અમદાવાદ હાઇવે પર રાત્રીના સમયે બાઇક લઈને જતા એક વ્યક્તિને ઢોર આડું ઉતરતા બાઈકનો અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તા વચ્ચે અચાનક ઢોર આડું ઉતરતા બાઇક પરનો ચાલકે કન્ટ્રોલ ગુમાવતા બાઇક રોડ પર પટકાયું હતું જેમાં ચાલકને હાથ અને પગના ભાગે સામાન્ય ઇજા થઇ હતી.