પાટણ તાલુકાના ડેર ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં 300 કરતાં વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Patan City, Patan | Sep 26, 2025
પાટણ તાલુકા ડેર ગામના ઉઢીયાણી પરા વિસ્તારમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલનું ફેંટો પહેરાવી કુમ કુમ ટીલક બાળાઓ દ્વારા કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉઢીયાણી પરા વિસ્તામાં મીટીંગનું આયોજન કરી ભાજપ સાથે જોડાયેલા 250 થી 300 કાર્યકરોને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચમનજી દરબાર,જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈનાં હાથે ખેસ પહેરી કોંગ્રેસ પાર્ટી માં જોડાયા આ પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, સરસ્વતી તાલુકા પ્રમુખ છનાજી ગોહિલ હાજર હતા